
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આખરે લગ્ન કરી લીધા છે બંનેએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને મિત્રો સાથે લગ્ન કર્યા હતા.
પોતાના લગ્નની તસવીરો શેર કરતા કિયારા અડવાણીએ લખ્યું કે હવે અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે આ સફરમાં અમને તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની આ તસવીરો પર સેલેબ્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
દરમિયાન રામ ચરણની પત્ની ઉપાસનાએ પણ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અભિનંદન આપ્યા બાદ ઉપાસનાએ કિયારા અને સિદ્ધાર્થની તેમના લગ્નમાં હાજરી આપવા માટે માફી પણ માંગી હતી.
કિયારા અડવાણીની તસવીરો પર ટિપ્પણી કરતાં ઉપાસનાએ લખ્યું અભિનંદન તે ખૂબ જ સુંદર છે પરંતુ માફ કરશો અમે આ લગ્નમાં હાજરી આપી શક્યા નહીં.
Leave a Reply