
હાલના સમયના અંદર અકસ્માત મામલે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ચાર મિત્રો એક સાથે રામ રમી ગયા હતા યુપીના હાપુરના કપુરપુર વિસ્તારના કમરુદ્દીન નગર ગામમાં એક તળાવમાં કાર પલટી જતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃત્યુથી પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો અને હજારો ગ્રામજનો સ્થળ પર એકઠા થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર કપૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સમાના ગામના રહેવાસી હારૂન, શોકિન, રાહુલ અને અરુણ કારમાં બેસીને વેદાંત માટે કોન્ટ્રાક્ટનું કામ કરે છે.
બુધવારે રાત્રે ગામ નજીક કમરુદ્દીન નગરમાં એક તળાવમાં કાર પલટી ગઈ હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા. ગુરુવારે સવારે કાર મળી આવતાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી. ચાર લોકોના મોત બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો અને આસપાસના ગ્રામજનો અને મૃતકોના સંબંધીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા.
આ અંગે કપૂરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર કુમાર જાદૌનનું કહેવું છે કે જેસીબીની મદદથી વાહનને બહાર કાઢવામાં આવ્યું અને 4 લોકોના મોત થયા છે.
Leave a Reply