રામાયણની સીતાની દીકરીઓ છે ખૂબ જ સુંદર, જાણો દીપિકા ચીખલિયાનો પતિ શું કામ કરે છે…

Ramayana's Sita's daughters are very beautiful

દોસ્તો રામાનંદ સાગરની સિરિયલ રામાયણે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ સીરિયલમાં માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાને લોકો દેવી માનવા લાગ્યા હતા.દીપિકા 57 વર્ષની છે અને આજે પણ તે ખૂબ જ સુંદર લાગે છે તેને બે દીકરીઓ છે જેની સાથે તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે.

દીપિકા ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ સાથેની સુંદર તસવીરો પણ શેર કરે છે અહેવાલો અનુસાર તેણે 23 નવેમ્બર 1991ના રોજ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા જ્યાં દીપિકા વ્યવસાયે અભિનેત્રી હતી. જ્યારે તેનો પતિ બિઝનેસમેન છે તેમનો કોસ્મેટિક્સનો બિઝનેસ છે. તેમની કંપનીનું નામ શ્રૃંગાર બિંદી અને ટિપ્સ એન્ડ ડોઝ કોસ્મેટિક્સ છે.

દીપિકા અને હેમંતની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને તેણે તેના પતિને મળવા અને લવ લાઈફનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે શૂટિંગ દરમિયાન તેના પતિ હેમંતને મળી હતી.

એક જાહેરાતના શૂટિંગ દરમિયાન તેણે મેકઅપ બ્રાન્ડના મસ્કરાનો ઉપયોગ કર્યો હતો. આ પછી બંને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. બંને વચ્ચે વર્ષો સુધી મુલાકાત થઈ ન હતી પરંતુ જ્યારે બંને મળ્યા ત્યારે તેઓ કાયમ માટે એકબીજાના બની ગયા તેમની મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી તેઓએ લગ્ન કરી લીધા. 32 વર્ષ પછી પણ બંને વચ્ચે આવો જ પ્રેમ જોવા મળે છે.

દીપિકાની બે દીકરીઓ જુહી અને નિધિ તેમની માતા જેટલી જ સુંદર છે. પરંતુ તેણે તેની માતાની જેમ અભિનય કરવાનો માર્ગ પસંદ કર્યો ન હતો. નિધિ મેકઅપ આર્ટિસ્ટ છે જણાવી દઈએ કે દીપિકાએ માત્ર 14 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી જ્યારે તેણે રામાયણમાં મા સીતાની ભૂમિકા ભજવી ત્યારે તે 18 વર્ષની હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*