
રણબીર કપૂરે નવા વર્ષ પર પોતાના ચાહકોને આપેલું વચન પૂરું કર્યું છે વાસ્તવમાં રણબીર કપૂરે ચાહકોને વચન આપ્યું હતું કે તે નવા વર્ષ નિમિત્તે તેની આગામી ફિલ્મ એનિમલનો ફર્સ્ટ લૂક લોકો સાથે શેર કરશે અને તેનું વચન પૂરું કરતાં ફિલ્મનો અભિનેતાનો ફર્સ્ટ લૂક પણ શેર કરવામાં આવ્યો છે.
આ લુક જોયા બાદ હવે ફિલ્મને લઈને લોકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર એનિમલને લઈને ઘણા અપડેટ્સ સામે આવ્યા છે ફિલ્મના સેટ પરથી ઘણી તસવીરો પણ લીક થઈ ગઈ છે અને હવે ફિલ્મ એનિમલનો રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.
રણબીર કપૂરનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ લુકમાં રણબીરની એકદમ કિલર સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે ચાહકો લાંબા સમયથી ફિલ્મ એનિમલના રણબીર કપૂરના ફર્સ્ટ લુકની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહ પૂરી થઈ ગઈ છે.
રણબીર કપૂરે પોતાના ફેન્સને નવા વર્ષ પર એક શાનદાર ભેટ આપી છે જો કે, ફિલ્મમાંથી રશ્મિકા મંડન્નાના લુકને હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. રણબીર પછી હવે બધાની નજર રશ્મિકા મંદાનાના લુક પર છે.
જણાવી દઈએ કે રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બની છે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે.
Leave a Reply