
હાલમાં ક્રિકેટર રશિદ ખાનનો ગુસ્સો સામે આવ્યો છે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માર્ચમાં અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે સિરીઝ રદ્દ કર્યા બાદ રાશિદ ખાન ગુસ્સે થઈ ગયો છે તેના જવાબમાં અફઘાનિસ્તાનના આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગ (BBL) છોડવાની ધમકી આપી છે.
તેણે કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સાથે ક્રિકેટ રમવામાં અસ્વસ્થતા અનુભવે છે તો હું બીબીએલમાં મારી હાજરીથી તેમને અસ્વસ્થ બનાવવા માંગતો નથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયના જવાબમાં રાશિદ ખાને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
તેણે લખ્યું અફઘાનિસ્તાનની એકમાત્ર આશા ક્રિકેટ છે મહેરબાની કરીને રાજનીતિને આનાથી દૂર રાખો’ આ સાથે તેમણે લખ્યું મને એ સાંભળીને ખૂબ જ દુઃખ થયું કે ઓસ્ટ્રેલિયાએ માર્ચમાં અમારી સાથેની વનડે શ્રેણી રદ કરી છે.
મને મારા દેશ માટે રમવાનું હંમેશા ગર્વ છે અને અમે તાજેતરના ભૂતકાળમાં ક્રિકેટ જગતમાં સારી પ્રગતિ કરી છે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય અમને અમારી સફરમાં પાછળ ધકેલી દેશે.
Leave a Reply