
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતા મહિનાથી 4 મેચની ટેસ્ટ સિરીઝ રમાવા જઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર નજર કરીએ તો આ સિરીઝ ભારત માટે ઘણી મહત્વની બની રહી છે. આ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે.
આ ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે લાંબા સમયથી ઈજાથી પીડાઈ રહ્યો હતો. પરંતુ આ સીરીઝ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાને અચાનક એક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા પોતાની ફિટનેસ સાબિત કરી દેશે, જેથી તે 24 જાન્યુઆરીથી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા જોવા મળશે સ્પોર્ટ્સસ્ટારના સમાચાર મુજબ તામિલનાડુ સામેની 4 દિવસીય મેચ માટે રવિન્દ્ર જાડેજાને સૌરાષ્ટ્રની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે નિયમિત કેપ્ટન જયદેવ ઉનડકટને આ મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં જયદેવ ઉનડકટ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે.
33 વર્ષીય રવિન્દ્ર જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. એશિયા કપ 2022માં તેને 2 મેચ રમ્યા બાદ જ બહાર કરવામાં આવ્યો હતો. આ પછી, તેણે આ ઈજા માટે સર્જરી પણ કરાવી અને ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હતો. રવિન્દ્ર જાડેજા જેવા મોટા મેચ વિનરની ટીમમાં વાપસી એ તમામ ભારતીય ચાહકો માટે એક સારા સમાચાર હશે.
Leave a Reply