
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત જે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈજાગ્રસ્ત થયો હતો તે ત્રણ સફળ સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. દુર્ઘટના બાદ ઋષભ પંત પ્રથમ વખત જોવા મળ્યો છે તેણે ટ્વિટર પર પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે આ સાથે તેણે પોતાની આવનારી કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ટ્વીટર પર પંતે જણાવ્યું કે તેની સર્જરી સફળ રહી છે અને તે આવનારા પડકારો માટે તૈયાર છે પંતે બીસીસીઆઈ પ્રશંસકો સરકારનો પણ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ આભાર માન્યો છે અને કહ્યું છે કે તે જલ્દી મેદાનમાં પરત ફરવા માંગે છે.
ઋષભ પંતે લખ્યું, ‘હું ખૂબ જ નમ્ર અને તમામનો આભાર અને સમર્થન અને શુભેચ્છાઓ માટે આભારી છું મને તમને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. પુનઃપ્રાપ્તિનો માર્ગ શરૂ થઈ ગયો છે અને હું આગળના પડકારો માટે તૈયાર છું.
બીસીસીઆઈ જયશાહ અને સરકારી ઓથોરિટીનો આભાર માનતા પંતે આગળ લખ્યું મારા હૃદયના તળિયેથી હું મારા બધા પ્રશંસકો ટીમના સાથીદારો ડૉક્ટરો અને ફિઝિયોનો તેમના સારા શબ્દો અને પ્રોત્સાહન માટે આભાર માનું છું તમને બધાને મેદાન પર જોવાની આતુરતા છે.
જણાવી દઈએ કે ઋષભ પંત ગયા વર્ષે ડિસેમ્બરમાં રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. પંત પોતાની મર્સિડીઝ કારમાં રૂરકી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. સદનસીબે તે બચી ગયો.
જોકે તેને ઘણી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ઋષભ પંતની પ્રથમ સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેના ઘૂંટણની અસ્થિબંધનની સર્જરી કરવામાં આવી હતી.
Leave a Reply