
આજના મોડર્ન યુગમાં લોકો પાસે બધી જ સુવિધા હોવા છતાં તે નાની નાની વાતો માટે આત્મહત્યા કરી લેતા હોય છે ઘણીવાર કોઈ પાસે પૈસા હોવાને કારણે તો કોઈ માત્ર મોબાઇલને કારણે આત્મહત્યા કરી લેતા હોય છે.
જો કે આવા લોકો વચ્ચે કેટલાક એવા લોકો પણ છે જે ન માત્ર આર્થિક પરંતુ શારીરિક રીતે પણ મુસીબતોનો શિકાર હોવા છતાં ક્યારેય ફરિયાદ નથી કરતા હાલમાં સોમનાથ થી એક આવા જ સાધુની કહાની સામે આવી છે.
સોમનાથ મંદિરની બહાર બેસી દિવસ પસાર કરતા આ સાધુ વર્ષ ૧૯૮૫માં પોલિયો ની બિમારીનો શિકાર બન્યા હતા નાનકડા ગામમાં રહેવાને કારણે તેમને તે સમયે સારવાર મળી ન હતી.
હાલમાં આ સાધુના બંને પગ પાતળા છે તે ઘસેડાઈ ને હલનચલન કરે છે એટલું જ નહિ દિવ્યાંગ હોવાને કારણે સાધુંને રહેવા માટે કોઈ સારી જગ્યા નથી મળી રહી તે એક શૌચાલય બહાર રહીને જીવન પસાર કરે છે.
પોતાની દિનચર્યા અંગે વાત કરતા સાધુ મહારાજે જણાવ્યું કે તેઓ સવારે નાહી ધોઈને મંદિર બહાર બેસે છે કોઈ વ્યક્તિ તેમને કઈ પૈસા કે અન્ય વસ્તુ આપે તો લે છે બપોરે જમીને રાત્રે તે ફરી શૌચાલય બહાર સુવા જાય છે.
જો કે સાધુ મહારાજે જણાવ્યું કે તેમને બાકીના સાધુઓ જેમ નશો કરવાની આદત નથી જેને કારણે તેમને ઘણા લોકો પસંદ નથી કરતા તેમનું કહેવું છે કે ભગવાને તેમને જેવા બનાવ્યા છે તેવા જ પોતાની જાતને સ્વીકારી લીધી છે તેમનું કહેવું છે કે જ્યારે તે એક સ્વસ્થ્ય વ્યક્તિને જોવે છે તો પણ તેમનું મનોબળ તૂટતું નથી.
જણાવી દઇએ કે સાધુ મહારાજની આ વ્યથા જોયા બાદ સુરતના પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા તેમને હાથ સાયકલની મદદ કરવામાં આવી છે સાથે જ તેમને એક વજન કરવાનું મશીન આપીને તેમના માટે નાનકડા રોજગારની વ્યવસ્થા પણ કરી છે આ સાધુ મહારાજ ની રહેવાની વ્યવસ્થા વેરાવળની એક સંસ્થામાં કરવામાં આવી છે.
Leave a Reply