
હાલના સમયના અંદર ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને મોટું બયાન સામે આવ્યું છે સઈદ અખ્તર મિર્ઝા એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક છે તેમણે ધ કાશ્મીર ફાઇલ્સને ગાર્બેજ ફિલ્મ ગણાવી છે સઈદનું કહેવું છે કે આ મુદ્દે પક્ષ લેવાની જરૂર નથી.
તેના બદલે આ મુદ્દાને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરો તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરી પંડિતો સાથે જે થયું તે વાતને નકારી શકાય તેમ નથી એ વાસ્તવિકતા છે સઈદ અખ્તર મિર્ઝાની ગણતરી સમાંતર સિનેમાના સૌથી પ્રખ્યાત નામોમાં થાય છે.
તાજેતરના ઈન્ટરવ્યુમાં સઈદે વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ વિશે વાત કરી હતી તેમણે કહ્યું કે મારા માટે ધ કાશ્મીર ફાઇલ્સ કચરો છે શું કાશ્મીરી પંડિતોનો મુદ્દો કચરો છે ના એ વાસ્તવિકતા છે શું તે માત્ર કાશ્મીરી હિંદુઓની જ વાત છે ના.
મુસ્લિમો પણ આ અભદ્ર જાળમાં ફસાઈ ગયા છે સરહદ પારથી પૈસા લઈને હંગામો મચાવનારા લોકોમાં ગુપ્તચર એજન્સીઓ અને કથિત રાષ્ટ્રીય હિતની વાત કરનારા લોકો ઉપરાંત. મુદ્દો એ છે કે આપણે કોઈનો પક્ષ ન લેવો જોઈએ આપણે માત્ર માનવ બનીને એ બાબતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે.
Leave a Reply