
હાલમાં સોશીયલ મીડીયા પર અભિનેતા કીચાં સુદીપ અને અભિનેતા અજય દેવગણ વચ્ચે હિન્દી ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો થોડા દિવસ પહેલાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કન્નડ ફિલ્મોના હિન્દી વર્ઝન બનવા અંગે સવાલ પૂછવામાં આવતા સુદીપ કહ્યું હતું કે બોલીવુડ કન્નડ અને તામિલ ફિલ્મના રીમેક બનાવીને પણ અમારા જેટલી કમાણી નથી કરી શકતા.
સાથે જ તેમને કહ્યું હતું કે હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી રહી જેના જવાબમાં ગઇકાલે જ અજય દેવગણે એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમને કહ્યું હતું કે જો હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી તો તે પોતાની ફિલ્મોને હિન્દીમાં શું કામ ડબ કરે છે.
જે બાદ હાલમાં સુદીપે અજય દેવગણના ટ્વીટનો વળતો જવાબ આપ્યો છે સુદીપે ટ્વીટમાં અજય દેવગણને ટેગ કરતા કહ્યું સર તમારા સુધી જે વાત પહોચી અને મે જે વાત કહી તે અલગ હતી આ નિવેદન કયા કારણથી આપ્યું તે હું તમને મળીને જણાવીશ મારું નિવેદન વિવાદ કરવા નહતું હું મારા દેશની ભાષાનો આદર કરું છું.
વધુમાં તેમને કહ્યું કે તમે મને હિન્દી ભાષામાં જે કહ્યું તે હું સમજી ગયો કારણ કે હું હિન્દી જાણું છું પરંતુ જો હું તમને કન્નડ મા ટ્વીટ કરતો તો તમારી શું પરિસ્થિતિ થતી શું અમે ભારતીય નથી.
જો કે સુદીપના આ જવાબ બાદ અજય દેવગણે પણ વાત આગળ વધતી જોઈ પૂર્ણવિરામ લગાવી દેવાનો વિચાર કરતા સુદીપ ની માફી માંગી પણ માંગી હતી તેમ છતાં પાછલા કેટલાક દિવસથી આ મામલે ઘણા બોલીવુડ કલાકારો તેમજ સાઉથ કલાકારોના મત સામે આવી ચૂક્યા છે.
જો કે સાઉથ અને બોલીવુડ વચ્ચે આટલો વિવાદ હોવા છતાં હાલમાં બોલીવુડના જ એક અભિનેતા અભિનેતા સુદીપની આવનારી ફિલ્મ વિક્રાંત રોનાને હિન્દીમાં રિલીઝ કરવા જઈ રહ્યા છે.
આ અભિનેતા બીજુ કોઈ નહિ પરંતુ સલમાન ખાન છે હાલમાં સામે આવેલી ખબર પ્રમાણે સલમાન ખાન તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ સુદીપ ની ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવાના છે જેની જાણકારી તેમને જાતે જ આપી છે.
હાલમાં જ વિક્રાંત રોના ફિલ્મના ટ્રેલર ને શેર કરતા સલમાન ખાને લખ્યું આ ફિલ્મના વિઝ્યુઅલ જોઈને હું મંત્રમુગ્ધ છું અને આ ફિલ્મના હિન્દી વર્ઝન ને રિલીઝ કરતા ખુશી અનુભવું છું આ ભારતીય સિનેમાનો થ્રીડી અનુભવ હશે સામે સુદીપ પણ સલમાન ખાન કંપની સાથે જોડાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
Leave a Reply