સામંથા પ્રભુએ ચાહકો માટે સારા સમાચાર શેર કર્યા ! આગામી ફિલ્મ શકુંતલમની રિલીઝ ડેટની જાહેરાત કરી…

Samantha Prabhu Shared Good News For Fan's

કાલિદાસના નાટક અભિજ્ઞાન શકુંતલમ પર આધારિત આ ફિલ્મ અગાઉ નવેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ પ્રોડક્શન અને સામંથા રૂથ પ્રભુની ફિલ્મ પર 3D કામને કારણે રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.

જે બાદ હવે આ ફિલ્મને નવી રિલીઝ ડેટ મળી છે સામંથા રૂથ પ્રભુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની આગામી ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે જેમાં તેની સાથે અભિનેતા દેવ મોહન છે.

અભિનેત્રી સમંથા પ્રભુની આગામી એપિક લવ સ્ટોરી 17 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે અને દેવ મોહન જોવા મળી રહ્યા છે. તેણીએ નવા પોસ્ટરને કેપ્શન આપ્યું એપિક લવ સ્ટોરી હેશટેગ શકુન્તલમ 17મી ફેબ્રુઆરી 2023 થી વિશ્વભરમાં તમારી નજીકના સિનેમાઘરોમાં 3D માં પણ આવશે.

કાલિદાસના લોકપ્રિય નાટક શકુંતલ પર આધારિત, આ ફિલ્મમાં શકુન્તલાની શીર્ષક ભૂમિકામાં સામંથા અને પુરુ વંશના રાજા દુષ્યંત તરીકે દેવ મોહન અભિનય કરશે. મોહન બાબુ, ગૌતમી, અદિતિ બાલન અને અનન્યા નાગલ્લા પણ સહાયક ભૂમિકામાં છે આ ફિલ્મનું શૂટિંગ રામોજી ફિલ્મ સિટી, અનંતગિરી હિલ્સ અને ગાંધીપેટ તળાવ સહિત હૈદરાબાદની આસપાસ કરવામાં આવ્યું હતું.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*