
આઈ એમ કલામ અને પાન સિંહ તોમર જેવી પ્રખ્યાત ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઈટર સંજય ચૌહાણનું લીવરની બીમારીને કારણે નિધન થયું છે તેઓ છેલ્લા 10 દિવસથી HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં સારવાર હેઠળ હતા તેમણે ધૂપ મૈંને ગાંધી કો નહીં મારા જેવી ફિલ્મો પણ લખી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય ચૌહાણ પોતાની પાછળ પત્ની સરિતા અને દીકરી સારાને છોડી ગયા છે તેઓ લેખકોના અધિકારો માટે પણ ખૂબ સભાન હતા. સંજય ચૌહાણ ભોપાલમાં મોટા થયા હતા. તેની માતા શિક્ષક હતી, જ્યારે તેના પિતા ભારતીય રેલ્વેમાં નોકરી કરતા હતા.
સંજય ચૌહાણે પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી સોની ટીવી માટે ક્રાઈમ ડ્રામા ભંવર લખ્યા બાદ તે મુંબઈ શિફ્ટ થયો હતો. તેણે વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ હઝારોં ખ્વાશીં ઐસીના સંવાદો પણ લખ્યા હતા, જેમાં શાઇની આહુજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પાન સિંહ તોમર અને આઈ એમ કલામ ફિલ્મો માટે તેમનું કામ સૌથી યાદગાર હતું. જ્યાં પાન સિંહ તોમર’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ત્યાં આઈ એમ કલામએ દેશી અને વિદેશી એવોર્ડ શોમાં ઘણા એવોર્ડ જીત્યા. આ ફિલ્મના બાળ કલાકાર હર્ષ મેયરને શ્રેષ્ઠ બાળ કલાકાર કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યો હતો.
Leave a Reply