
પંચમહાલના કાર્યક્રમમાં કિંજલ દવેનું પરફોમન્સ રાખવામા આવ્યું હતું ગઇકાલે 31 ડિસેમ્બરે લોકો નવા વર્ષની ઉજવણીના મૂડમાં હતા ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ અને પાસ વિના એન્ટ્રી કરાઇ હતી.
આ બાદ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ દરમિયાન લોકોએ કિંજલ દવેના પરફોમન્સ વખતે ભારે હંગામો મચાવ્યો હતો લોકોએ નાચી નચીને ખુરશીઓની તોડફોડ કરી હતી.
અને માહોલ વધારે બગાડવાને કારણે કિંજલ દવે ત્યાથી ચાલ્યા ગયા હતા પંચમહાલ જિલ્લાનો એક માત્ર મનોરંજન શો એટલે કે પંચમહોત્સવ તંત્ર ધ્વારા દર્શ વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
જ્યાં ગઇકાલે લોકગાયિકા કિંજલ દવે પરફોમન્સ આપી રહ્યા હતા આ દરમિયાન જનતાએ ખુરશીઓની તોડફોડ કરવામાં આવી હતી સામાન્ય દિવસોમાં જનતા આ કાર્યક્રમમાં આવતી ન હતી આ માટે ફ્રી પાસ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન આવો હંગામો થયો હતો.
Leave a Reply