
હાલમાં અભિનેત્રી ઉર્વશી રૌટેલા ફરીથી એક વાર ચર્ચામાં આવી છે ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના સમાચારોનું બજાર ગરમ છે તાજેતરમાં અકસ્માત બાદ ઉર્વશી ઋષભ પંતને મળવા પહોંચી હતી જેનો ફોટો વાયરલ થયો હતો હવે પોતાની ફિલ્મ ‘વોલ્ટેર વીરૈયા’ના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં ગયેલી.
ઉર્વશી રૌતેલાને જોઈને ત્યાં હાજર લોકોએ ઋષભ પંતના નામની બૂમો પાડવાનું શરૂ કર્યું જો કે અભિનેત્રીએ પરિસ્થિતિને ખૂબ જ સમજદારીથી સંભાળી અને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું ઉર્વશીએ આ ઈવેન્ટનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
હકીકતમાં અભિનેત્રી તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં આયોજિત ફિલ્મ ‘વોલ્ટેર વીરૈયા’ની મેગા માસ પાર્ટીમાં પહોંચી હતી આ દરમિયાન જેવી જ ઉર્વશી સ્પીચ આપવા સ્ટેજ પર પહોંચી તો લોકોએ તેને જોઈને ઋષભ પંતનું નામ બૂમો પાડવાનું શરૂ કર્યું.
જોકે ઉર્વશીએ ભીડને અવગણીને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું અભિનેત્રીએ કોઈપણ પ્રકારની નકારાત્મક પ્રતિક્રિયા આપવાને બદલે પરિસ્થિતિને સંભાળી હતી.
ઉર્વશીએ ઋષભ પંતની બૂમો પાડતા લોકોની અવગણના કરીને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું આ દરમિયાન તેણે ત્યાં હાજર સુપરસ્ટાર ચિરંજીવીના વખાણ કર્યા ઉર્વશીની આ ફિલ્મ 13 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
Leave a Reply