
એ તો તમે જાણતા જ હશો કે બોલીવુડ અભિનેતા સલમાન ખાન જેમને ઇન્ડસ્ટ્રી ના બેચલર અભિનેતા કહેવાય છે તેમના જ પરિવારમાં હાલમાં થોડા થોડા અંતરે બે તલાક જોવા મળ્યા છે.
થોડા વર્ષ પહેલાં સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને પત્ની મલાઈકા અરોરા સાથે તલાક લીધા હતા જે બાદ હાલમાં ૧૩ મેના રોજ સોહેલ ખાને પણ પત્ની સીમા ખાન થી અલગ થવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.
જો કે આ કપલ કયા કારણથી અલગ થઈ રહ્યું છે તે અંગે હાલમાં ન તો સોહેલ ખાન કે ન તો સીમા ખાને કોઈ જાણકારી આપી છે પરંતુ સીમા ખાને હાલમાં સોશીયલ મીડીયા પર એક પોસ્ટ શેર કરી છે.
સીમા ખાને હાલમાં એક ફોટો શેર કર્યો છે જેમાં તેને બે હાથ જોડી માફી માંગી રહી હોય તેવું લાગી રહ્યું છે આ ફોટાને શેર કરતા સીમા ખાને માહિપ કપૂર અને ફરાહ ખાન ને ટેગ કરતા લખ્યું મે તુમ્હારે સાથ થી મેરે ભક્તો મેરી આત્મા કે રૂપ મે.
જણાવી દઈએ કે એક તરફ સીમા ખાન અને સોહેલ ખાનના તલાક ની વાતો સામે આવી રહી છે તો બીજી તરફ સીમા ખાન તેમની દોસ્ત ફરાહ ખાન અને મહીપ કપૂર સાથે શિર્ડી જવાના પ્લાન બનાવી રહી હતી.
જો કે તે શિર્ડી ન જઈ શકી એ જ કારણે તે ફરાહ અને મહીપની માફી માંગી રહી છે આ જોતા કહી શકાય કે એક તરફ સોશીયલ મીડીયા પર સોહેલ અને સીમા ખાનના તલાક ચર્ચાનો વિષય બન્યો છે તો બીજી તરફ સીમા ખાનના જીવનમાં કોઈ પણ અફસોસ કે દુઃખ જોવા નથી મળી રહ્યું.
Leave a Reply