
હાલમાં શાહરુખની ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડના કિંગ ખાન વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં શાહરૂખ તેના સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા મંદિર તરફ ચાલતો જોવા મળે છે.
સુપરસ્ટારનો ચહેરો દેખાતો નથી કારણ કે તેણે બ્લેક હૂડેડ જેકેટ પહેર્યું છે તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ લાંબા સમય બાદ રિલીઝ થવાની છે આવી સ્થિતિમા માનવામાં આવે છે કે ફિલ્મની સફળતા માટે શાહરૂખ ખાન પોતાની હાજરી દર્શાવવા માટે વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા છે.
સોશિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવાર, 11 ડિસેમ્બર, 2022 ના રોજ, શાહરૂખ ખાન કટરામાં સુરક્ષા ગાર્ડ્સ સાથે વૈષ્ણો દેવી પહોંચ્યો હતો. શાહરૂખની સાથે તેના કેટલાક મિત્રો પણ હાજર હતા.
શાહરૂખ ખાને દર્શન માટે જતા સમયે ચહેરા પર માસ્ક પહેર્યું હતું, જેથી લોકો તેને ઓળખી ન શકે. શાહરૂખ ખાને મંદિરમાં જઈને બતાવ્યું છે કે તે દરેક ધર્મનું સન્માન કરે છે. તેણે અનેક પ્રસંગોએ જણાવ્યું કે હિંદુ ધર્મગ્રંથ ગીતા અને મુસ્લિમ ધાર્મિક પુસ્તક કુરાન તેમના ઘરમાં એક જ જગ્યાએ રાખવામાં આવ્યા છે.
Leave a Reply