પઠાણ ફિલ્મના રીલીઝ પહેલા જ ખરાબ રીતે ફસાયા શાહરુખ ખાન, લોકો કરી રહ્યા છે બોયકોર્ટની માંગ…

પઠાણ ફિલ્મના વિરોધને લઈને ખરાબ રીતે ફસાયા શાહરુખ ખાન
પઠાણ ફિલ્મના વિરોધને લઈને ખરાબ રીતે ફસાયા શાહરુખ ખાન

હાલના સમયના અંદર શાહરુખ ખાન પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ઘણી ચર્ચામાં રહી છે. આ ફિલ્મનું ટીઝર શાહરૂખ ખાનના જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

જે બાદ હવે ફિલ્મનું એક ગીત સામે આવ્યું છે બેશરમ રંગ ગીત ચાહકોને ખૂબ જ પસંદ છે પરંતુ હવે ધીમે-ધીમે તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન આ ગીતને લઈને ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.

આ સાથે આ ગીત રિલીઝ થયા બાદ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ પણ ઉઠવા લાગી છે તો ચાલો જાણીએ ફિલ્મના આ ગીતને લઈને આટલો બધો વિવાદ કેમ છે ફિલ્મના પહેલા ગીત ‘બેશરમ રંગ’ની નકલ કરવાનો આરોપ હતો અને આ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલા પોશાકને લઈને વિવાદ થયો હતો.

દીપિકા પાદુકોણ આ ગીતમાં કપડાંના રંગને લઈને ઘણો વિવાદ છે જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ગીતમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના ખૂબ જ બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા હતા. આ અંગે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલા કપડાં બદલવાની માંગ કરી છે.

એમ પણ કહ્યું કે જો આમ નહીં કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલીઝ કરતા પહેલા વિચારવું પડશે આ સિવાય સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મના બહિષ્કારનો ટ્રેન્ડ ચલાવી રહ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*