
આજે શહેનાઝ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે તેના ખાસ દિવસે, ગાયક-અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો માટે એક ખાસ વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં શહેનાઝ તેની ટીમ પરિવાર અને મિત્રો સાથે હોટલના સ્યૂટમાં કેક કાપતી જોવા મળે છે.
આ મિડનાઈટ સેલિબ્રેશનમાં શહનાઝ સાથે એક્ટર વરુણ શર્મા પણ જોવા મળ્યો હતો વીડિયોમાં શહેનાઝ પ્રિન્ટેડ સલવાર-કુર્તામાં હંમેશાની જેમ ખૂબસૂરત અને ખુશ દેખાઈ રહી છે તે જ સમયે જ્યારે ત્યાં હાજર લોકો હેપ્પી બર્થ ડે ટુ યુ શહનાઝ ગાય છે.
ત્યારે શહનાઝ પણ તેના પર ડાન્સ કરતી જોવા મળે છે. આ પછી શહનાઝ કેક કાપે છે અને સૌથી પહેલા તેના ભાઈ શાહબાઝને કેક ખવડાવવાના બહાને તેના મોં પર કેક મૂકીને મસ્તી કરતી જોવા મળે છે.
વીડિયોમાં જ્યારે શહનાઝની એક મિત્ર તેને ઈચ્છા માંગવા કહે છે ત્યારે તે કહે છે કે હું ઈચ્છા નથી માંગતી. વીડિયોમાં વરુણ શર્મા પણ જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતા શહનાઝે કેપ્શનમાં લખ્યું, “એક વર્ષ વધુ મોટું મને જન્મદિવસની શુભેચ્છાઓ.
Leave a Reply