
હાલના સમયમાં શાહરૂખ ખાન પોતાના બંગલાની બહાર બધાને માથું નમાવીને આભાર કહી રહ્યો છે અને તેના મનપસંદ દર્શકોને ઘણો પ્રેમ આપી રહ્યો છે ફિલ્મ પઠાણની બોક્સ ઓફિસ પર સફળતા બાદ શાહરૂખ ખાને મન્નતની બાલ્કનીમાં ડાન્સ કર્યો હતો અને ચાહકો આનંદથી નાચ્યા હતા.
પઠાણના કારણે બોક્સ ઓફિસ પરનો લાંબો દુષ્કાળ સમાપ્ત થયો અને બોલિવૂડની ચાંદી થઈ ગઈ છે તમને જણાવી દઈએ કે પઠાણે માત્ર ચાર દિવસમાં 429 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ચાહકો આ ફિલ્મ જોઈ રહ્યા છે અને શાહરૂખ ખાનના વખાણ કરતા થાકતા નથી.કિંગ ખાન આ ફિલ્મથી 4 વર્ષ પછી સ્ક્રીન પર પરત ફર્યો છે.શાહરુખ ખાન આ ફિલ્મને જોઈને ખૂબ જ ખુશ છે.
ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની મોટા ભાગના સિનેમાઘરોમાં ઉજવણી છે, કેટલીક જગ્યાએ દર્શકો થિયેટરોમાં ઉમટી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે તેને જે પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે, તેણે ખૂબ જ ખાસ રીતે બધાનો આભાર પણ માન્યો, હા, શાહરૂખ ખાનના બંગલા મન્નત નીચે ચાહકોની મોટી ભીડ એકઠી થઈ.
Leave a Reply