
આપણે જાણીએ છીએ કે હાલમાં શાહરુખની આવનારી ફિલ્મ પઠાણને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે તમને જણાવી દઈએ કે 12 ડિસેમ્બરે તેમની ફિલ્મ પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું આ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ઓરેન્જ કલરની બિકીની પહેરેલી જોવા મળી હતી.
તો ત્યાં અભિનેતા શાહરૂખે ગ્રીન શર્ટ પહેર્યો હતો. જ્યારે આ ગીત રીલિઝ થયું ત્યારે તે રિલીઝ થયાના થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જ્યારે હિંદુ સંગઠનોએ દીપિકા પાદુકોણના બિકીનીના રંગને ભગવો ગણાવીને તેનો વિરોધ શરૂ કર્યો હતો.
તો બીજી તરફ મુસ્લિમ સંગઠનોએ શાહરૂખે પહેરેલા ગ્રીન શર્ટ અને ગીતના નામ બેશરમ રંગ અંગે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું હતું યુઝરના આ સવાલ પર કિંગ ખાને પોતાની કાવ્યાત્મક સ્ટાઈલ બતાવતા લખ્યું.
કે ખુદી કો કર બુલંદ એટલો બધો કે દરેક નસીબ પહેલા ખુદા બંદે સે ખુદ પૂછે બાતા તેરી રઝા ક્યા જો તમે આ જવાબનો અર્થ સમજો છો. અભિનેતાએ કહ્યું કે તમારી જાતને એટલી મજબૂત બનાવો કે ખુદ ભગવાન પણ તમને પૂછવા મજબૂર થઈ જાય કે તમારી ઈચ્છા શું છે.
હવે આ જવાબ જોઈને ફેન્સ અભિનેતાના વખાણ કરતા થાકતા નથી ટ્વિટર યુઝર્સ કહી રહ્યા છે કે જવાબ આપવાની આ સ્ટાઈલ લોકોના દિલ જીતી લે છે તમારી સ્ટાઇલના કારણે તમે બોલિવૂડના બાદશાહ છો આ વાતથી શાહરુખે દર્શકોનું દિલ જીતી લીધું છે.
Leave a Reply