
હાલમાં શનાયા કપૂરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડ એક્ટર સંજય કપૂર અને જ્વેલરી ડિઝાઈનર મહિપ કપૂરની દીકરી શનાયા કપૂરે ભલે હજી સુધી બૉલીવુડમાં પદાર્પણ કર્યું ન હોય પરંતુ સ્ટાર કિડ એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં આવતી રહે છે.
શનાયાની ગર્લ ગેંગ અનન્યા પાંડે અને સુહાના ખાનની પર્સનલ લાઈફની ઘણી ચર્ચા થતી રહે છે ત્યારે આ વખતે શનાયા કપૂર પણ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે રિપોર્ટ્સ અનુસાર, 23 વર્ષીય સ્ટાર કિડ મુંબઈ સ્થિત કરણ કોઠારી સાથે રિલેશનશિપમાં છે.
શનાયા અને તેના અફવાવાળા બોયફ્રેન્ડ કરણ કોઠારીના સંબંધોની ટાઈમલાઈન જાણી શકાઈ નથી પરંતુ એવું જાણવા મળે છે કે બંને લોસ એન્જલસની યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરવા ગયા હતા કોઠારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નથી, તેમનું લોસ એન્જલસમાં સ્ટાર્ટઅપ છે.
શનાયા અને કરણ કોઠારી બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે શનાયાએ તેના બોયફ્રેન્ડ વિશે કંઈપણ પોસ્ટ કર્યું નથી અને તે એકદમ સ્પષ્ટ છે કે તે તેના વિશે વાત પણ કરશે નહીં જો કે બંને બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે શનાયાએ કરણ કોઠારીને તેના જીવનસાથી તરીકે રજૂ કર્યો છે.
Leave a Reply