
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઘટાડાથી સંસ્થાકીય રોકાણકાર LICના હજારો કરોડ રૂપિયા ડૂબી ગયા હિંડનબર્ગના અહેવાલથી બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી છે આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.
રિપોર્ટ આવ્યા બાદ આજે અદાણી ગ્રુપના શેરમાં 25 ટકા સુધીનો જંગી ઘટાડો નોંધાયો છે. જીવન વીમા કોર્પોરેશને અદાણી જૂથની સાત કંપનીઓમાં રોકાણ કર્યું છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં LICના રોકાણ મૂલ્યમાં રૂ. 18,300 કરોડનો ઘટાડો થયો છે.
આ દરમિયાન અદાણી ગ્રુપના રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા હતા. અદાણી ટોટલ ગેસમાં સૌથી વધુ નુકસાન એલઆઈસીને થયું છે. કંપનીના રોકાણમાં 6350 કરોડનો ઘટાડો થયો છે.
અદાણી એન્ટરપ્રાઇઝના રોકાણમાં LICને 2700 કરોડનું નુકસાન થયું છે. અદાણી ગ્રીનમાં 875 કરોડ, અદાણી ટ્રાન્સમિશનમાં 3050 કરોડ, અદાણી પોર્ટમાં 3300 કરોડ, ACCમાં 570 કરોડ, અંબુજા સિમેન્ટ્સમાં 1460 કરોડ. આ સાત કંપનીઓની કુલ ખોટ 18305 કરોડ છે.
Leave a Reply