
શર્મિલા ટાગોરે 8 ડિસેમ્બરે જેસલમેરમાં તેમના પરિવાર સાથે તેમનો 78મો જન્મદિવસ ઉજવ્યો હતો શર્મિલા પૌત્રી ઇનાયા અને પૌત્ર તૈમુર-જેહ સાથે કેક કાપતી જોવા મળે છે, જ્યારે બાળકો તેને પ્રેમથી ચુંબન કરી રહ્યાં છે બે દિવસ પહેલા જ આખો પટૌડી પરિવાર મુંબઈ છોડીને ચાલ્યો ગયો હતો.
જો કે આ બધા ક્યાં જઈ રહ્યા છે તેની કોઈને ખબર નહોતી પરંતુ તસવીરો સામે આવતા જ સ્પષ્ટ થઈ ગયું છે કે પટૌડી પરિવાર શિયાળામાં મોજમસ્તી કરવા રાજસ્થાન પહોંચી ગયો હતો. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પુત્ર તૈમુર-જેહ સાથે આ સફર પર પહોંચ્યા હતા.
જ્યારે સોહા અલી ખાન પુત્રી અનન્યા સાથે પહોંચ્યા હતા સબા અલી ખાન પણ આ વેકેશનની તસવીરો શેર કરીને ચાહકોને સતત અપડેટ આપી રહી છે સબા અલી ખાને લેટેસ્ટ તસવીર શેર કરી છે.
જેમાં દરેક વ્યક્તિ ઊંટની સવારીની મજા લેતા જોવા મળે છે. જ્યારે સબા ઊંટની ગાડી પર બેઠી છે ત્યારે કરીના અને તૈમૂર નીચે ઊભા છે અને પોઝ આપી રહ્યા છે ચોક્કસ આ તસવીરો જોઈને તમારું મન ચોક્કસપણે જેસલમેરની મુલાકાત લેવાનું મન થયું હશે પટૌડી પરિવાર ફરવાનો શોખીન છે સમય મળતા જ સૈફ અને કરીના વેકેશન પર જતા રહે છે.
Leave a Reply