તુનિષા શર્મા કેસમાં કોર્ટમાંથી શીઝાન ખાનને મોટો ઝટકો ! અભિનેતાની મુશ્કેલીઓ વધી…

sheezan khan got a shock from the court In Tunisha Sharma's case

ટીવી અભિનેત્રી તુનિષા શર્માની ખુદખુશીના સંબંધમાં અટકાયતમાં લેવાયેલ અભિનેતા શીઝાન મોહમ્મદ ખાન 31 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી પોલીસ કસ્ટડીમાં હતો પોલીસે શનિવારે શીજાન મોહમ્મદ ખાનને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

શીજાન મોહમ્મદ ખાનને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માહિતી આપતાં દિવંગત અભિનેત્રી તુનિષા શર્માના વકીલે આ કેસ પર વાત કરી છે આવો જાણીએ શું કહ્યું તુનિષા શર્માના વકીલે જણાવ્યું છે કે શીજાન મોહમ્મદ ખાનને ચોથી વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

કોર્ટે શનિવારે શીજાન મોહમ્મદ ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. હવે તે 13 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. વકીલે વધુમાં જણાવ્યું હતું કે તે પોલીસ તપાસથી સંતુષ્ટ નથી અને શીજાન મોહમ્મદ ખાન એક મજબૂત માનસિક સ્થિતિનો વ્યક્તિ છે અને તે જાણી જોઈને પાસવર્ડ આપી રહ્યો નથી.

જેથી તેની સામે પુરાવા ન મળે. શીઝાન મોહમ્મદ ખાનની સિક્રેટ ગર્લફ્રેન્ડના સવાલ પર તેણે કહ્યું કે આ વિશે વધુ માહિતી નથી પરંતુ પ્રેમ ત્રિકોણ હોવો જોઈએ, ત્યારે જ તુનિષા શર્માએ ખુદખુશી કરી લીધી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*