
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી નું નામ આજે કોઈથી અજાણ્યું નથી એક સમયે પોતાની ફિલ્મો અને સુંદરતા ને કારણે ચર્ચામાં રહેતી આ અભિનેત્રી પાછલા કેટલાક સમયથી પોતાના પતિ રાજ કુંદ્રા ને કારણે ચર્ચામાં જોવા મળતી હોય છે.
જો કે હાલમાં તો આ અભિનેત્રી પોતાના ઘમંડ ને કારણે ચર્ચામાં આવી છે હાલમાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટી નો એક વિડિયો સોશીયલ મિડીયા પર વાયરલ થયો છે જેમાં તે બોલીવુડની જાણીતી અભિનેત્રી ભાગ્યશ્રી કે જે સલમાન ખાનની ફિલ્મ મૈને પ્યાર કિયામાં જોવા મળી હતી તેની અવગણના કરતી જોવા મળી રહી છે.
ખબર પ્રમાણે હાલમાં જ શિલ્પા શેટ્ટી તેની આવનારી ફિલ્મ નિકમ્મા ની એક ઇવેન્ટ પર પહોંચી હતી જણાવી દઈએ કે આ ફિલ્મથી ભાગ્યશ્રી નો દીકરો અભિમન્યુ પણ બોલીવુડમાં પ્રવેશ કરી રહ્યો છે.
આ જ કારણ છે કે આ ઇવેન્ટમાં ભાગ્યશ્રી પણ હાજર રહી હતી જો કે શિલ્પા શેટ્ટી ભાગ્યશ્રી ને એક વાર મળ્યા બાદ બીજી વાર તેની તરફ વાત કરવાની પહેલ પણ કરી ન હતી હાલમાં આ ઇવેન્ટ નો એક વિડિયો સોશીયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં શિલ્પા શેટ્ટી ભાગ્યશ્રી સાથે હોવા છતાં પણ તેને અવગણી બાકી તમામ લોકો સાથે વાત કરતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે આ પહેલાં શિલ્પા શેટ્ટીએ આવું જ વર્તન હરનાઝ સંધુ સાથે કર્યું હતું જો કે હાલમાં તો લોકો શિલ્પા શેટ્ટીના આ વર્તનની ખૂબ જ નિંદા કરી રહ્યા છે.
Leave a Reply