
કહેવાય છે કે તમે કેટલા પણ આગળ વધવાનો પ્રયત્ન કરો પણ તમારો ભૂતકાળ ક્યારેય પણ તમારો પીછો નથી છોડતો ખાસ કરીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કલાકારો માટે આ વાક્ય એકદમ બંધબેસતું હોય છે.
વર્ષોવર્ષ વીતવા છતાં કલાકારોના જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સા હંમેશા મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા રહેતા હોય છે હાલમાં આવું જ કંઈ થયું છે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે શિલ્પા શેટ્ટી જે પતિ રાજ કુંદ્રા ની ભૂલોને ભૂલી જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી છે એવામાં તેને સપોર્ટ આપવાને બદલે તેને ભૂતકાળ યાદ કરાવવામાં આવી રહ્યો છે.
એ તો તમે જાણતા જ હશો કે હાલમાં ૧૪ વર્ષ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એકવાર ફરી નિકમ્મા નામની ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે હાલમાં આ જ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક મીડીયા ઇન્ટરવ્યૂ દરમિયાન શિલ્પા શેટ્ટી ને ગત વર્ષે તેના જીવનમાં આવેલી મુસીબતો વિશે પૂછવામાં આવ્યું હતું.
જો કે શિલ્પા શેટ્ટીએ આ સવાલને અવગણવા ને બદલે વાત બદલી નાખી હતી આ સવાલનો જવાબ આપતા તેને કહ્યું કે ગયું વર્ષ ન માત્ર મારા માટે પરંતુ તમામ બોલીવુડ માટે મુશ્કેલ રહ્યું હતું.
ઘણી ફિલ્મ તૈયાર હતી છતાં રિલીઝ ન કરી શકાય લોકોએ થિયેટર નથી જોયા તેને કહ્યું કે આપણે અહી આ ફિલ્મના કલાકારોની મહેનત ને માણવા આવ્યા છીએ નહિ કે મારા જીવન વિશે વાત કરવા.
Leave a Reply