
બોલીવુડ સિંગર શ્રેયા ઘોષાલ નું નામ આજે કોઈથી અજાણ્યું નથી માત્ર 16 વર્ષની ઉંમરથી સંજય લીલા ભણસાલીની ફિલ્મના ગીતને અવાજ આપનાર શ્રેયા આજે દેશ નહિ પણ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી ચૂકી છે એટલું જ નહિ વિદેશમાં યુનાઈટેડ સ્ટેટ્સના ઓહીઓના ગવર્નર તો 26 જૂન 2010ના દિવસને શ્રેયા દિવસ તરીકે પણ જાહેર કર્યો છે.
પણ એક સ્ત્રી માટે કહેવાય છે ને કે સ્ત્રી ગમે તેટલી સફળ હોય પરંતુ જો તે માં નથી તો તેની દરેક સફળતા શૂન્ય બની જાય છે વર્ષ 2021મા શ્રેયા ઘોષાલે એક મા ની પદવી પણ મેળવી જ લીધી તેરી ઓર પાપા મેરે પાપા ચીકની ચમેલી જેવા ગીતોમાં પોતાનો અવાજ આપનાર અને માત્ર 4 વર્ષની ઉંમરે સંગીતની શરૂઆત કરનાર.
આ સિંગરએ વર્ષ 2015મા તેના બાળપણના મિત્ર શિલાદિત્ય સાથે બંગાળી રીતરિવાજ થી લગ્ન કર્યા હતા જે બાદ 22મે 2021મા તેને એક દીકરાને જન્મ આપ્યો હતો જણાવી દઈએ કે શ્રેયાના દીકરાનું નામ દેવ્યાન છે.હાલમાં જ શ્રેયા ઘોષાલે તેના દિકરાની અન્નપ્રાશન વિધિ કરી હતી.
જેનો એક વિડિયો હાલમાં સોશીયલ મીડીયા પર સામે આવ્યો છે જેમાં શ્રેયા અને તેના પતિ દીકરાને પ્રેમથી ખવડાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ પંડિતજીના મંત્રોચ્ચાર પણ વીડિયોમાં સંભળાઈ રહ્યા છે આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply