
સાઉથના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી વચ્ચેના સંબંધોની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે તાજેતરમાં અદિતિના જન્મદિવસ પર અભિનેતાની પ્રેમથી ભરેલી અભિવ્યક્તિએ ચાહકોને દંગ કરી દીધા હતા.
સોશિયલ મીડિયા પર તેમની રોમેન્ટિક તસવીરો અવારનવાર જોવા મળે છે ચાહકો હવે તેને લગ્નની તારીખ પણ પૂછવા લાગ્યા છે આ બધા સમાચાર વચ્ચે સિદ્ધાર્થે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સફેદ સ્વેટશર્ટમાં પોતાની એક તસવીર શેર કરી છે ખાસ વાત એ છે કે અદિતિએ પણ થોડા સમય પહેલા આવી જ સ્વેટશર્ટમાં તસવીરો શેર કરી હતી.
જે પછી ચાહકો આ બંનેની સમાન તસવીરો સાથે જોડીને વાયરલ કરી રહ્યા છે સિદ્ધાર્થ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી સોમવાર 19 ડિસેમ્બરના રોજ, જ્યારે અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની શેલ્ફી શેર કરી ત્યારે ચાહકોની ટિપ્પણીઓ આવવા લાગી.
જો કે આ બધી કોમેન્ટ્સ વચ્ચે અદિતિની એક કોમેન્ટે તમામને લાઈમલાઈટ લૂંટી લીધી.અદિતિએ સિદ્ધાર્થની તસવીર પર લખ્યું, ‘ઈન્સ્ટાગ્રામ પર ઈદ કા ચાંદ ફરાહ ખાન અને સિદ્ધાર્થના અન્ય સેલેબ મિત્રોએ પણ આ ફોટો પર ક્યુટ લખ્યું છે.
સિદ્ધાર્થ અને અદિતિની મુલાકાત વર્ષ 2021માં ફિલ્મ મહા સમુદ્રમના સેટ પર થઈ હતી આ ફિલ્મ પછી બંને મળતા રહ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ મીડિયાની સામે પણ બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો ઈન્કાર કર્યો નથી હવે ચાહકો તેને લગ્નની તારીખ પૂછવા લાગ્યા છે.
Leave a Reply