
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા દુબઈમાં નવું વર્ષ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યા છે બંને 3 જાન્યુઆરીના રોજ વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા જો કે, તેણે મીડિયાથી બચવાનો પ્રયાસ કર્યો ન હતો અને એક્ઝિટ ગેટ તરફ જતી વખતે લો પ્રોફાઇલ રાખ્યો હતો.
કિયારા અને સિદ્ધાર્થ હંમેશાથી તેમના સંબંધોને લઈને ખૂબ જ ગુપ્ત રહ્યા છે પરંતુ કોફી વિથ કરણ સીઝન 7 ના એપિસોડ પછી તે બધું જ ખુલીને સામે આવ્યું છે તેઓ હવે તેને છુપાવી રહ્યાં નથી.
અગાઉ જ્યારે પણ આ કપલ એરપોર્ટ પર સ્પોટ થયું હતું ત્યારે તેઓ અલગ-અલગ જોવા મળતા હતા. વેકેશન પરથી પરત ફરતી વખતે બંને એકસાથે સુંદર લાગતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એક મહિનાની અંદર લગ્ન કરવાના છે.
કિયારા અને સિદ્ધાર્થે દુબઈમાં ડિઝાઈનર મનીષ, ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અભિનેત્રી રાની મુખર્જી સાથે નવા વર્ષમાં રંગ જમાવ્યો હતો ઘણી તસવીરોમાં મનીષે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ન્યૂ યર પાર્ટીની કિયારા અને સિદ્ધાર્થ સાથેની એક તસવીર શેર કરી છે કિયારાએ પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ તસવીર પોસ્ટ કરી અને તેને કેપ્શન આપ્યું ફેવરિટ મલ્હોત્રા.
Leave a Reply