
હાલમાં બૉલીવુડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ચર્ચામાં આવ્યા છે બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તારીખ ફાઈનલ થઈ ગઈ છે રિપોર્ટ્સમાં ઓછામાં ઓછો આવો દાવો કરવામાં આવી રહ્યો છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો સિદ્ધાર્થ અને કિયારા 2023ના બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં લગ્ન કરશે દાવાઓ માત્ર લગ્નની તારીખ વિશે જ નહીં, પરંતુ તેના સ્થળ અને ત્રણ દિવસ સુધી ચાલનારા ફંક્શન વિશે પણ કરવામાં આવી રહ્યા છે.
રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે આ લગ્ન રાજસ્થાનની જેસલમેર પેલેસ હોટલમાં થશે ખૂબ જ શાહી અંદાજમાં યોજાનારા આ લગ્નમાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે જેથી લગ્નની તસવીરો અને વીડિયો લીક ન થાય અને આ લગ્ન કોઈપણ ખલેલ વિના થઈ શકે.
આ જ અહેવાલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 3 ફેબ્રુઆરીએ લગ્ન સમારોહ માટે ભારે સુરક્ષા વ્યવસ્થા હેઠળ જેસલમેર પહોંચશે.
Leave a Reply