બોલિવૂડની ટોપ સિંગર કનિકા કપૂર કરી રહી છે બીજા લગ્ન…

Singer Kanika Kapoor is getting married for the second time

હાલમાં સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડ સેલિબ્રિટી પણ લગ્નની સીઝન માણી રહ્યા છે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ એક બાદ એક બોલીવુડ સેલિબ્રિટી લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે.

ગત મહિને એપ્રિલમાં જ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી જે બાદ સિંગર એ આર રહેમાન ની દીકરી ના લગ્નની ખબર પણ સામે આવી હતી.

જે બાદ હાલમાં બોલીવુડની બેબી ડોલ કનિકા કપૂર ના લગ્નની ખબર સામે આવી છે બેબી ડોલ ગીતથી બોલીવુડમાં લોકપ્રિયતા મેળવનાર કનિકા કપૂર આજે ૨૦ મેના રોજ લગ્ન બંધનમાં બંધાઈ રહી છે.

હાલમાં જ કનિકા કપૂર ના સંગીત અને હલ્દી કાર્યક્રમના ફોટા સોશીયલ મીડીયા પર વાયરલ થયા છે જેમાં કનિકા કપૂરે થીમ સાથે મેચ થતા ગ્રીન કલર ના પકડા પહેર્યા છે તો તેના મંગેતર ગૌતમે ક્રીમ કલરના કપડાં પહેર્યા છે.

આ ફોટામાં કનિકા અને ગૌતમ એક સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે જણાવી દઇએ કે આ કનિકા કપૂરના બીજા લગ્ન છે ગૌતમ એક એનારાઈ બિઝનેસમેન છે તેના પહેલાં લગ્ન ૧૮ વર્ષની ઉંમરમાં થયા હતા. પહેલાં પતિથી કનિકા ને ત્રણ બાળકો પણ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*