
હાલમાં સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડ સેલિબ્રિટી પણ લગ્નની સીઝન માણી રહ્યા છે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ એક બાદ એક બોલીવુડ સેલિબ્રિટી લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે.
ગત મહિને એપ્રિલમાં જ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી જે બાદ સિંગર એ આર રહેમાન ની દીકરી ના લગ્નની ખબર પણ સામે આવી હતી.
જે બાદ હાલમાં બોલીવુડની બેબી ડોલ કનિકા કપૂર ના લગ્નની ખબર સામે આવી છે બેબી ડોલ ગીતથી બોલીવુડમાં લોકપ્રિયતા મેળવનાર કનિકા કપૂર આજે ૨૦ મેના રોજ લગ્ન બંધનમાં બંધાઈ રહી છે.
ગઇકાલે જ કનિકા કપૂરના સંગીત અને હલ્દી કાર્યક્રમના ફોટા સોશીયલ મીડીયા પર સામે આવ્યા હતા જેમાં કનિકા કપૂરે થીમ સાથે મેચ થતા ગ્રીન કલર ના પકડા પહેર્યા છે તો તેના મંગેતર ગૌતમે ક્રીમ કલરના કપડાં પહેર્યા છે.
આ ફોટામાં કનિકા અને ગૌતમ એક સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા જે બાદ આજે કપલ ના લગ્નના ફોટા પણ સામે આવ્યા છે જેમાં કનિકા કપૂર પિંક કલરના લગ્નના કપડાંમાં જોવા મળી રહી છે આ સાથે જ તેને ગાળામાં ગુલાબી મોતીનો હાર અને ચોકર પહેર્યા છે.
કનિકા એ હાથમાં લાઈટ પિંક કલર ની બંગડીઓ પણ પહેરી છે અને એ જ કલર નો દુપટ્ટો પણ રાખ્યો છે જેને કારણે તે સુંદર લાગી રહી છે વાત કરીએ ગૌતમ ના કપડા વિશે તો તેમને ક્રીમ કલર ની શેરવાની અને લાઈટ પિંક હાર પહેર્યો હતો.
જણાવી દઈએ કે કનિકા કપૂર ફૂલોની ચાદર નીચે ચાલીને પતિ પાસે પહોચી હતી આ ચાદર કનિકા ના દીકરા યુવરાજે પકડી હતી ઉલ્લેખનીય છે કે આ કનિકા કપૂરના બીજા લગ્ન છે ગૌતમ એક એનારાઈ બિઝનેસમેન છે તેના પહેલાં લગ્ન ૧૮ વર્ષની ઉંમરમાં થયા હતા પહેલાં પતિથી કનિકા ને ત્રણ બાળકો પણ છે.
Leave a Reply