
દોસ્તો આપણે જજાણીએ છીએ કે ભારતના ધનિક વ્યક્તિ અદાણીના હાલમાં દિવસો સારા ચાલી રહ્યા નથી અદાણી ગ્રૂપના ઘટતા શેર હેડલાઇન્સમાં છે. ગત દિવસે વિપક્ષે આ મુદ્દે સંસદમાં હોબાળો મચાવ્યો હતો.
હવે આ મામલા દરમિયાન દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે અદાણી કેસ પર નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું છે કે તે નિયમનકારોનું કામ છે જેઓ તેમનું કામ કરશે નિયમનકારો સરકારથી સ્વતંત્ર છે તેઓ પોતે જે યોગ્ય હશે તે કરશે.
વધુમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપના મામલામાં જે પણ સમાચાર આવી રહ્યા છે, તેનાથી દેશની સ્થિતિ પર કોઈ અસર થઈ નથી.અદાણી ગ્રૂપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો રૂ. 20,000 કરોડનો એફપીઓ પાછો ખેંચી લીધો હતો.
અદાણીના મામલામાં થયેલા હોબાળા પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હવે મોટું નિવેદન આપ્યું છે નાણામંત્રીએ કહ્યું છે કે ભારતની સ્થિતિને કોઈ પણ રીતે અસર થઈ નથી.
નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં વિદેશી મુદ્રા ભંડારમાં 8 અબજ ડોલરનો વધારો થયો છે તેમણે કહ્યું કે આપણા મેક્રો-ઈકોનોમિક ફંડામેન્ટલ્સ અથવા અર્થતંત્રની છબીને કોઈ અસર થઈ નથી.
સીતારમણે વધુમાં કહ્યું કે એફપીઓ આવતા-જતા રહે છે આ ઉતાર-ચઢાવ દરેક માર્કેટમાં થાય છે પરંતુ હકીકત એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં $8 બિલિયન ગયા છે તે ભારતની છબી અને તેની તાકાતને અકબંધ રાખે છે.
Leave a Reply