
હાલમાં રાજસ્થાનમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન સિનિયર ટીચર રિક્રુટમેન્ટ GK પેપર લીક થયાના સમાચાર ફેલાતાં જ લાખો ઉમેદવારો સ્તબ્ધ થઈ ગયા હતા આ પછી શનિવારે સમગ્ર રાજસ્થાનમાં હંગામો મચી ગયો હતો.
અજમેર પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસ સામે સવારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એવું માનવામાં આવે છે કે RPSC વરિષ્ઠ શિક્ષક ભરતી પરીક્ષા GK પેપર દરેક દસ લાખમાં વેચાયા છે.
નવાઈની વાત એ છે કે આ ડીલ પણ બસમાં જ થઈ હતી અને વિદ્યાર્થીઓએ બસમાં જ પેપરો આપ્યા હતા RPSC વરિષ્ઠ શિક્ષક ભરતી GK પેપર લીક વિશેની માહિતી ચોક્કસ સમયે આવી.
જ્યારે વરિષ્ઠ શિક્ષક ભરતી પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો પેપર શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા તે જ સમયે પેપર લીક અને રદ થયાની માહિતી મળ્યા પછી પરીક્ષામાં હાજર રહેલા ત્રણ લાખ ઉમેદવારો ચોંકી ઉઠ્યા હતા.
Leave a Reply