
હાલના સમયના અંદર સુરત હહેરમાથી મોટા સમાચાર સામે આવી રહે છે સુરતના કતારગામ વિસ્તારમાંથી બે દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી સવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં સાત વર્ષની બાળકીના ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ તે જ બાળકીનો મૃતદેહ પડોશીના ઘરમાંથી મળી આવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી ત્યારે તે અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું પાડોશમાં રહેતો નરાધમ 7 વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો.
અને તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં, હત્યા કર્યા બાદ તેણે બાળકીની લાશને ઘરના એક નાના પલંગમાં છુપાવી દીધી અને ભાગી ગયો.
જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે થોડા કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો પોલીસ તપાસ મુજબ આરોપી રીઢો ગુનેગાર છે અને સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં 14 વખત પકડાયેલ છે.
Leave a Reply