
બોલીવુડ અભિનેત્રી સની લિયોનનું નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક અભિનેત્રી છે જેને પોર્ન ઇન્ડસ્ટ્રીથી બોલીવુડમાં એન્ટ્રી કરી પોતાના ગીતોથી લાખો યુવાનોના દિલમાં જગ્યા બનાવી અને આજે તે બોલીવુડમાં પણ પોતાની નાની એવી ઓળખ બનાવી ચૂકી છે.
જો કે એક તરફ ભારતમાં કેટલાક શહેરોમાં સની લિયોન ને આજે પણ પસંદ કરવામાં આવતી તો કેટલાક રાજ્યોમાં તેના ફોટા પર માળા પહેરાવી સન્માન કરવામાં આવે છે ભારતનું કેરળ રાજ્ય જ્યાં હંમેશાથી સની લિયોનને પ્રેમ મળતો આવ્યો છે ત્યાં જ તેના ફોટા પર માળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું છે.
હાલમાં જ સની લિયોનના જન્મદિવસ નિમિત્તે કેરળ ના મંડિયા ગામમાં સનીનું પોસ્ટર લગાવી તેના પર માળા પહેરાવી તેની પૂજા કરવામાં આવી હતી સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૯ યુનિટ બ્લડ ડોનેશન થયું હતું.
કહેવાય છે કે સની કેરળના ગામોમાં ખૂબ જ દાન અને મદદ કરે છે જેને કારણે જ ત્યાંના લોકો તેને ભગવાન માને છે જણાવી દઈએ કે આ પહેલાં આવું સન્માન સાઉથ અભિનેતા રજનીકાંતને મળ્યું હતું.
Leave a Reply