
IPLના સ્થાપક લલિત મોદી જેઓ સુષ્મિતા સેન સાથેના સંબંધોને કારણે સતત હેડલાઇન્સમાં રહેતા હતા અત્યારે બહુ બીમાર છે. શુક્રવારે લલિત મોદીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી લલિત મોદીએ માહિતી આપી કે તેઓ કોવિડ-19 અને ડીપ ન્યુમોનિયાથી પીડિત છે. ડોક્ટરોએ તેને ઓક્સિજન સપોર્ટ પર રાખ્યો છે.
લલિત મોદીએ જણાવ્યું કે તેઓ મેક્સિકોમાં ફરતા હતા અને આ દરમિયાન તેઓ બીમાર પડ્યા હતા. તેમને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ દ્વારા લંડન લઈ જવામાં આવ્યા હતા લલિત મોદીના મતે તેમને સાજા થવામાં વધુ સમય લાગશે તેને લાગતું હતું કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે પરંતુ એવું કંઈ થયું નથી.તેની હાલત જોઈને ચાહકો અને મિત્રો સતત શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.
લલિત મોદીની હાલત જોઈને અનેક સેલેબ્સના દિલ દ્રવી ઉઠ્યા. તેની કથિત ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેન તરફથી કોઈ સંદેશ આવ્યો ન હતો, પરંતુ સુષ્મિતા સેનના ભાઈ અને અભિનેતા રાજીવ સેને તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
હરભજન સિંહે પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું કે જલ્દી સ્વસ્થ થાઓ. દરેક વ્યક્તિ તેના માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા લલિત મોદીએ એરપોર્ટ પરથી એક ખાસ તસવીર શેર કરી છે. મારા બે રક્ષકો સાથે ઇન્સ્ટા પોસ્ટ પર લખે છે.
બે ડોકટરોએ મારી ખૂબ નજીકથી દેખરેખ રાખી અને ત્રણ અઠવાડિયા સુધી મારું નિરીક્ષણ કર્યું. મારી સારવાર 24/7 ચાલુ છે. ગયા વર્ષે લલિત મોદી સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને સતત ચર્ચામાં હતા, પરંતુ બાદમાં તેમના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા અને હવે આ મામલે સુષ્મિતા સેનનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
Leave a Reply