
હાલમાં સાઉથ અભિનેતા થલપતી વિજય પોતાની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ લીયો બતાવવામાં આવી રહ્યું છે હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર લિયોનું કુલ બજેટ 250 કરોડ રૂપિયાથી વધુ છે ફિલ્મે તેની રિલીઝ પહેલા જ લગભગ 246 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે
તે પણ પ્રોમો રિલીઝ થયાના 24 કલાકની અંદર કહેવામા આવે છે કે લિયોએ ડિજિટલ રાઇટ્સથી 150 કરોડ રૂપિયાની કમાણી કરી છે સેટેલાઇટ રાઇટ્સથી ફિલ્મે 80 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
તે જ સમયે, ફિલ્મે મ્યુઝિક રાઇટ્સથી 16 કરોડ રૂપિયાની કમાણી કરી છે આટલું જ નહીં લિયો હિન્દી ડબિંગ રાઇટ્સથી પણ ઘણી કમાણી કરશે તેવી અપેક્ષા છે ફિલ્મના પ્રોમોએ યુટ્યુબ પર પઠાણ અને ટાઈગર જેવી ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
વિજયે આ ફિલ્મ માટે 125 થી 130 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે જ્યારે લોકેશને આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા મળશે વિજયે આ ફિલ્મ માટે 170 દિવસનો સમય આપ્યો છે લિયો ખૂબ મોટા પાયે બની રહી છે આ એક અખિલ ભારતીય ફિલ્મ હશે.
Leave a Reply