
ગયા વર્ષે સાઉથ ફિલ્મ પુષ્પાની રિલીઝ બાદ દર્શકોમાં સાઉથ કલાકારોનો ક્રેઝ કેટલો વધ્યો છે એ તો તમે જાણતા જ હશો પુષ્પા ફિલ્મ બાદ બોલીવુડની મોટાભાગની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ રહી છે.
આ જ કારણ છે કે પાછલા બે વર્ષથી બોલીવુડ અને સાઉથ વચ્ચે એક વિવાદ ઉભો થયો છે એક તરફ બોલીવુડ અભિનેતા હિન્દી ફિલ્મો ફ્લોપ જવાને કારણે સાઉથ ઇન્ડસ્ટ્રી નો રસ્તો પકડી રહ્યા છે.
તો બીજી તરફ સાઉથ કલાકારો પણ હાલમાં તક મળતા જ હિન્દી ફિલ્મો અને બોલીવુડ કલાકારોની નિંદા કરતા જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલાં જ અભિનેતા સુદીપ અને અજય દેવગણ વચ્ચે હિન્દી ભાષા અંગે સોશીયલ મીડીયા પર વિવાદ શરૂ થયો હતો.
જે બાદ હાલમાં વધુ એક સાઉથ અભિનેતાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સાઉથ કલાકારો સાથે થતા વર્તન અંગે વાત કરી છે બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ જે ફિલ્મ રંગ દે બસંતી મા આમિર ખાન સાથે જોવા મળ્યા હતા તેમને આ અંગે વાત કરતા કહ્યું કે મહેમુદ થી લઈને મિથુન ચક્રવર્તી સુધીના તમામ સાઉથ કલાકારોની બોલીવુડ મજાક ઉડાવી છે.
તેને કહ્યું કે સાઉથ કલાકારોની હિન્દી બોલવાની સ્ટાઈલ અંગે હંમેશા મજાક બનાવવામાં આવી છે જો આવું કોઈ કન્નડ કે કાશ્મીરી વ્યક્તિ સાથે કરવામાં આવે તો લોકો તેને સ્વીકારશે નહિ.
તેને કહ્યું એક ફિલ્મમાં મિથુન ને નારિયેળ વહેચનાર બતાવવામાં આવ્યા અને તેમની હિન્દી ભાષાને લોકોને હસાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો પણ સાઉથમાં આવું નથી થતું તેમને કહ્યું કે સાઉથમાં ન તો કલાકારો સાથે આવું વર્તન થાય છે ન તો તે આ રીતે વાત કરે છે.
Leave a Reply