
કહેવાય છે કે લગ્ન એક પવિત્ર બંધન છે આ બંધનમાં બંધાયા બાદ પતિ પત્ની સાત જન્મો સુધી સાથે રહેવાનું વચન આપતા હોય છે જો કે હાલમાં મોડર્ન યુગમાં લગ્નના નામે ઘણાં અવનવા કિસ્સા સામે આવતા હોય છે.
થોડા દિવસ પહેલાં કાર મંડપ સુધી ન પહોંચવાને કારણે વરરાજા કન્યાને છોડીને જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું તો હાલમાં વરરાજા મંડપમાં ન પહોંચતા કન્યાએ બીજા યુવક સાથે ફેરા લઈ લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ચુરુ જિલ્લાના રાજગઢ તહસીલના ચેલાના ગામમા ૧૫મેના રોજ હરિયાણાના સિવાની વોર્ડ નંબર ૧૦ માં રહેતા અનિલનો પુત્ર મહાવીર રાજગઢની ચેલાના બસ મંજુ સાથે લગ્ન કરવા માટે સરઘસ કાઢ્યો હતો.
૯ વાગ્યાની આસપાસ નીકળેલા લોકો ડીજેની ધૂન અને નશામાં ધૂત એવા તલ્લીન થઈ ગયા હતા કે રાત્રિના ૨ વાગ્યા સુધી નાચતા રહ્યા હતા વરરાજા અને તેના મિત્રોએ ડીજે પર હંગામો મચાવ્યો હતો.
ફેરાંનું મુહૂર્ત થવા છતાં વારાજા મંડપમાં ન પહોંચતા કન્યા અને તેના પરિવારે બીજા છોકરા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો તે જ મંડપમાં રાત્રે કન્યાના પરિવારના સભ્યોએ અન્ય છોકરા સાથે લગ્ન કરવા સાથે કન્યાને વિદાય આપી.
જે બાદ બીજા દિવસે વરરાજા સુનીલ અને તેના સંબંધીઓ રાજગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં યુવતીના લોકોનું કહેવું છે કે જ્યારે સાત ફેરાની વિધિમાં આટલી બેદરકારી હોય છે તો ભવિષ્યમાં આ લોકો કયો સંબંધ નિભાવી શકશે.
જો કે આ ઘટના બાદ પોલીસે બંને પક્ષોને બેસાડીને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો આ કિસ્સો જોતા કહી શકાય કે સમય માત્ર પ્રેમિકા અને પ્રેમીનું બ્રેકઅપ જ નથી કરાવતો જાન લઇને નીકળેલા વરરાજાના લગ્ન પણ તોડાવે છે.
Leave a Reply