
ગુજરાતમાં દારૂબંધીના કાયદા હોવા ખુલ્લેઆમ થતું દારૂનું વેચાણ કોઈ છુપાયેલી વાત નથી અનેક વાર દારૂના અડ્ડા અને દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થવા અંગેના સમાચાર સામે આવતા જ હોય છે.
હાલમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન દોસ્તોએ વરરાજાને જાહેરમાં દારૂ પીવડાવતા તેમની ધરપકડ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલમાંરાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સ્ટેજ પર વરરાજાને તેના મિત્રો દ્વારા ઇંગ્લિશ દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે એક તરફ સ્ટેજની નીચે જાનૈયાઓ સહિતના નાચગાન કરી રહ્યા છે.
તો બીજી તરફ વરરાજાના સ્નેહીજનો તેમજ મિત્રો તેને દારૂ પીવડાવી રહ્યા છે જણાવી દઈએ કે આ વાયરલ વિડિયો વીડિયો રાજકોટ શહેરના ભિસ્તીવાડ અથવા તો પરસાણાનગરનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે હાલમાં જે સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે તેની શોધખોળ પણ પોલીસ તરફથી કરવામાં આવી રહી છે સાથોસાથ વીડિયોમાં જેટલા શખ્સો દેખાઈ રહ્યા છે તેની પણ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી.
જો કે આ પહેલો કિસ્સો નથી આ પહેલાં પણ અનેક જગ્યાએ લગ્નમાં દારૂની રેલમછેલ ઉડી છે જેના કિસ્સા બહાર આવવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.
Leave a Reply