
મુંબઈ પુણે એક્સપ્રેસ હાઇવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે આજે સવારે 7 વાગ્યાની આસપાસ મુંબઈ તરફ જતી લેન પર બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું અવસાન થયું છે.
જ્યારે 10 મુસાફરો ઘાયલ થયા છે અને તેમને અહીંની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સિંધુદુર્ગથી શાહપુર લગ્ન સમારોહ પતાવીને પરત ફરી રહેલી ખાનગી બસને એક કન્ટેનર પાછળથી ટક્કર મારી હતી.
બસમાં 35 મુસાફરો સવાર હતા ટક્કરને કારણે બસ ચાલક બસમાંથી નીચે પડી ગયો હતો અને કન્ટેનર નીચે આવી જતાં તેનું અવસાન થયું હતું. વાહનો હટાવીને ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવ્યો છે.
રાયગઢ પોલીસના જણાવ્યા અનુસાર રાયગઢના ખોપોલી ખાતે ખાનગી બસ અને કન્ટેનર વાહન વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું અવસાન થયું હતું. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે બસ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહી હતી અને તેમાં 35 મુસાફરો સવાર હતા.
Leave a Reply