
કલર્સ ચેનલ પર પ્રસારિત થતા શનિ રવિ ના શોમાં બિગ બોસ પછી જો કોઈ સૌથી વધારે જીવતો શો હોય તો એ છે ખતરો કે ખિલાડી આ શો મા અલગ અલગ પ્રાણીઓ અને અલગ અલગ સાધનો સાથે ખેલાડીએ સ્ટંટ કરવાનો હોય છે.
૨૧ જુલાઈ ૨૦૦૮ના વર્ષથી શરૂ થયેલો આ શો આજે પણ દર્શકોનું મનોરંજન કરી રહ્યો હાલમાં જ આ શો ની ૧૨મી સીઝન શરૂ થવા જઇ રહી છે શોની આવનારી સીઝનમા ટીકટોક સ્ટાર્સ ફૈઝલ લોકઅપ રિયાલિટી શો વિજેતા મુનવ્વર ફારુકી રૂબિના મોહિત મલિક તુષાર કાલિયા જેવા બોલીવુડ અને ટીવી સેલિબ્રિટી જોવા મળવાના છે.
જો કે શો મા આવનાર કન્ટેસ્ટન્ટ ની યાદી સાથે હાલમાં કેટલાક એવા સેલિબ્રિટી ના નામ પણ સામે આવ્યા છે જેમને અનેક વાર આ શોમાં આવવા માટે ઑફર આપવામાં આવી છે છતાં દર વર્ષે તેમને આ ઑફર ને કોઈને કોઈ કારણસર નકારી દીધી છે.
આ યાદીમાં ટ્રેડિંગ અભિનેત્રી શહેનાઝ ગિલ જન્નત અને દિવ્યા અગ્રવાલનો સમાવેશ થાય છે મોડેલ અને અભિનેતા વરુણ સુદ સાથેના બ્રેક અપ બાદ ચર્ચામાં આવેલી દિવ્યા અગ્રવાલ ને આ શોમાં બોલાવવામાં આવી હતી પરંતુ રિપોર્ટ અનુસાર સમયના અભાવને કારણે તે શોમા ભાગ લઈ શકી નથી.
બીજી તરફ વાત કરીએ શહેનાઝ ગિલ વિશે તો સિદ્ધાર્થ શુક્લા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવેલી આ પંજાબી અભિનેત્રીની લોકપ્રિયતા આજે બોલીવુડ અભિનેત્રીઓ કરતા પણ વધારે છે આ જ કારણ છે કે શહેનાઝ ગિલ ને પણ ખતરો કે ખેલાડી શોમા આવવા માટે ઑફર આપવામાં આવી હતી.
જો કે શહેનાઝ ના જણાવ્યા અનુસાર શોમા બતાવવામાં આવતા પ્રાણીઓ અને પાણી બંનેથી તેને ડર લાગતો હોવાથી તે આ શો નો હિસ્સો નથી બનવાની.
Leave a Reply