
હાલમાં કર્ણાટકમાં એક દલિત મહિલા સાથે મારપીટ કરવામાં આવી છે પોલીસે હાલમાં આ મામલે કેસ દાખલ કર્યો છે હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
વાઇરલ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મંદિરમાં મહિલા સહિત પાંચ લોકો છે જેમાં એક વ્યક્તિ મહિલા સાથે બોલાચાલી કરે છે અને બાદમાં વાળ પકડીને મંદિરમાથી બહાર નકાળવામાં આવે છે મહિલા આનો વિરોધ કરે છે.
આ બાદ મહિલાને ઢોર માર મારવામાં આવે છે આ દરમિયાન ત્યાં ઉભેલા પૂજારીઓ અને બીજા વ્યક્તિઓ ચૂપચાપ આ સમગ્ર ઘટના જોતાં રહે છે મહિલા વિરોધ કરતી રહે છે અને મંદિરની અંદર ફરીથી ઘૂસે છે.
અને આરોપી વ્યક્તિ ફરીથી મહિલાને મારે છે આ બાદમાં મહિલાના વાળ પકડીને તેને બહાર ફેકવામાં આવે છે આ સમગ્ર ઘટના દરમિયાન હાજર લોકોમાથી કોઈએ મદદ કરી ન હતી.
Leave a Reply