
કહેવાય છે કે સામાન્ય વ્યક્તિ એક વાર જે ભૂલ કરીને નુકસાનમાં ગયો હોય તે ભૂલ તેને ફરી ક્યારેય ન કરવી જોઈએ પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જે નિંદા સહન કરવા છતાં પણ વારંવાર એક જ ભૂલ કરે છે.
એ તો તમે જાણતા જ હશો કે પાછલા કેટલાક મહિનાઓથી દર્શકોમાં સાઉથના કલાકારો નો ક્રેઝ વધી રહ્યો છે લોકો હાલમાં બોલીવુડને સાઉથની ફિલ્મોની કોપી કરવા માટે ફટકાર લગાવી રહ્યા છે.
એવામાં કઈક ઓરીજનલ કન્ટેન્ટ લાવવાને બદલે બોલીવુડ ફિલ્મ નિર્માતાઓ સાઉથ ફિલ્મના ડાયલોગ ની પણ કોપી કરતા જોવા મળી રહ્યા છે હાલમાં અભિનેતા ટાઇગર શ્રોફની ફિલ્મ હીરોપંતી ૨ નો ડાયલોગ બચ્ચી હો ક્યાં સાઉથ ફિલ્મનો હોવાનું જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ પહેલાં જ આ ડાયલોગ લોકપ્રિય બન્યો હતો પરંતુ હાલમાં જ આ ડાયલોગ સાઉથ અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ પોગારું નો હોવાનું સામે આવતા જ લોકોએ ટાઇગર શ્રોફની નિંદા કરી છે.
જણાવી દઈએ કે હીરોપંતી ફિલ્મ જેના દ્વારા ટાઇગર શ્રોફ બોલીવુડના એન્ટ્રી કરી હતી તે પણ સાઉથ ફિલ્મની રીમેક હતી હાલમાં લોકો અલ્લુ અર્જુનની ફિલ્મ પોગારુંના ડાયલોગ બચ્ચી હો ક્યાં પર વિડિયો બનાવી અલ્લુ અર્જુનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
Leave a Reply