
હાલમાં અમદાવાદ શહેરમાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી હજુ બે દિવસ પહેલા જ હોસ્પિટલમાં લાગેલી આગમાં પતિ-પત્નીનું મોત થયું હતું તો હવે અમદાવાદમાં ફરી મોતની આગ ભભૂકી ઉઠી છે.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી અને સમગ્ર પરિવારનો જીવ ગયો આ આગમાં પતિ-પત્ની અને એક બાળકના મોત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી.
આગમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. બાળક અને પરિવારના પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે શાહપુર દરવાજા પાસે ન્યુ એચ કોલોની સ્થિત એક મકાનમાં આગ લાગી હતી. એવું માનવામાં આવે છે કે આગ સવારે 4.30 વાગ્યે શરૂ થઈ હતી.
જોકે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં હોસ્પિટલની સીડી પરથી પતિ-પત્નીના બળેલા મૃતદેહ મળી આવ્યા હતા.
Leave a Reply