
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરનું નામ આજે કોઈથી અજાણ્યું નથી આ એક એવી અભિનેત્રી છે જે પોતાના કામ અને સુંદરતા સાથે પોતાના અફેર ને કારણે પણ હંમેશા બોલીવુડમાં ચર્ચાનો વિષય બની રહી છે.
એ તો તમે જાણતા જ હશો કે અભિનેતા સૈફ અલી ખાન સાથે સંબંધમાં આવતા પહેલાં આ અભિનેત્રી શાહિદ કપૂર સાથે સંબંધમાં હતી અને તેમના લગ્નની ખબરો પણ આવવા લાગી હતી જો કે ફિલ્મ જબ વી મેટનું શુટિંગ પરું થતા જ આ બંનેના બ્રેક અપ થયાની ખબરે જોર પકડ્યું હતું.
એટલું જ નહિ જબ વી મેટ ફિલ્મની સાથે જ ટશન ફિલ્મનું શૂટિંગ કરી રહેલી કરીના કપૂરની ધીરે ધીરે સૈફ અલી ખાન ની નજીક આવતા તે સમય દરમિયાન સૈફ અને કરીનાના અફેર ની ખબર સામે આવી હતી.
સાથે તમે એ પણ જાણતા જ હશો કે સૈફ અલી ખાને જ કરીના કપૂરને પ્રપોઝ કર્યું હતું પણ શું તમે એ જાણો છો કે હંમેશા પોતાના રંગીન મિજાજ માટે ચર્ચામાં રહેતા સૈફ અલી ખાનને કરીના કપૂરે શરૂઆતમાં ના કહી હતી અને બાદમાં લગ્ન કરવાની શરતે તેને સૈફના પ્રપોઝનો સ્વીકાર કર્યો હતો.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીના કપૂરે જણાવ્યું હતું કે એક સમયે તેને સૈફને ના કહી હતી પરંતુ તે પછી પણ સૈફ તેને મનાવતો રહ્યો હતો જેને કારણે આખરે તે માની ગઈ હતી.
જણાવી દઈએ કે કરીના કપૂર અને સૈફ અલી ખાન વચ્ચે ૧૨ વર્ષનો તફાવત છે હાલમાં આ કપલ બે બાળકોના માતાપિતા છે જો કે સૈફ અલી ખાન ને તેમની પહેલી પત્ની અમૃતા સિહ થી પણ બે બાળકો છે સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન.
Leave a Reply