ગદર 2 નો ફર્સ્ટ લુક આવ્યો સામે ! હેન્ડપંપ નહીં પણ સની પાજી બળદગાડાના વ્હીલને ઉપાડતા જોવા મળ્યા…

The first look of Gadar 2 is out

2001 ની ગદર એક પ્રેમ કથા તે વર્ષની સૌથી હિટ ફિલ્મોમાંની એક હતી અને હવે 21 વર્ષ પછી સની દેઓલ અને અમીષા પટેલ ધ બિગેસ્ટ એવર સિક્વલ સાથે પાછા ફર્યા છે ફિલ્મનો ફર્સ્ટ લુક પણ લોકોની સામે આવી ગયો છે.

જેને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ગદરના હેન્ડપમ્પ સીનની ચર્ચા શરૂ થઈ ગઈ છે ગદરના એક સીનમાં સની દેઓલ પાકિસ્તાનીઓને મારવા માટે હેન્ડપંપ ઉખેડી નાખે છે.

એ જ રીતે, અહીં એક્શન સ્ટાર બળદગાડાના વ્હીલને ઉપાડતો જોવા મળ્યો છે. ત્યારથી #Gadar2 ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહ્યું છે. હેઝી સ્ટુડિયોના બેનર હેઠળ બની રહેલી આ સિક્વલને અનિલ શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે આ ફિલ્મ 2023માં રીલિઝ થશે.હાલ તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

ફિલ્મમાં સની દેઓલ અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં હશે અહેવાલોનું માનીએ તો ગદર 2 લવ સ્ટોરી કરતાં પિતા-પુત્રના સંબંધો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે આ ફિલ્મમાં સની દેઓલનું પાત્ર તારા સિંહ ફરી પાકિસ્તાનમાં જોવા મળશે પરંતુ આ વખતે તેના પ્રિય પુત્ર ચરણજીત સિંહને પરત લાવવા માટે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*