આટલો મોટો અજગર મળી આવતા વન વિભાગના પણ છૂટી ગયા પરસેવા, 10 ફૂટ લાંબો હતો અજગર…

આટલો મોટો અજગર મળી આવતા વન વિભાગના પણ છૂટી ગયા પરસેવા
આટલો મોટો અજગર મળી આવતા વન વિભાગના પણ છૂટી ગયા પરસેવા

હાલમાં ઉત્તર પ્રદેશના મથુરામાથી એક વિનાશજનક અજગર મળી આવતા લોકોના પરસેવા છૂટી ગયા હતા કહેવામા આવે છે કે મથુરામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે હવે પશુઓ પણ બહાર આવવા લાગ્યા છે.

વરસાદના કારણે મથુરાના વૃંદાવનમાં ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ હોસ્પિટલ પાસે અજગર બહાર આવતાં હોબાળો મચી ગયો હતો લોકોને જોતા જ અજગર ઝાડ પર ચઢી ગયો હતો જેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે વનવિભાગને જાણ કરી હતી જે બાદ અજગરને બચાવી લેવામાં આવ્યો હતો.

લોકોએ રવિવારે મોડી રાત્રે જિલ્લા સંયુક્ત હોસ્પિટલ પાસે એક અજગર સાપને ફરતો જોયો હતો લોકો તેનો પીછો કરીને તેને પકડે ત્યાં સુધી તે બાવળના ઝાડ પર ચઢી ગયો હતો લોકોએ અજગરને પકડવા માટે તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ અંધારાના કારણે તેને પકડી શકાયો ન હતો.

અજગર છોડાવવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટીમે અજગર સાપને પકડવા માટે રેસ્ક્યુ શરૂ કર્યું હતું 10 ફૂટના અજગરને જોઈને વન વિભાગની ટીમના પણ પરસેવા છૂટી ગાય હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*