
દેશ ભરમાં પ્રેમ સંબધને લઈને ગણા બધા મામલા સામે આવે છે જેમાં યુવતીઓ માતા પિતાની મરજી વગર લગ્ન કરે છે અને તેમના નિર્ણયો પર પસ્તાવો પણ થાય છે હાલમાં આવો જ એક બનાવ પાટણમાથી સામે આવ્યો છે.
પરિવારની વિરુધ્ધ જઈને હિનાએ 4 વર્ષ અગાઉ પાટણ શહેરના મોટી શરાબ પીપડા ઘેટ નજીક રહેતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા જેમાં બંને સાથે અણબનાવ બનવાને કારણે અને આમના લગ્ન પરિવારના લોકોને પણ મંજૂર ન હતા.
આના કારણે સાસરિયાં પક્ષના લોકો હિનાને મેણાં મારતા હતા આ દરમિયાન હિનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો આ દરમિયાન બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને હિનાનો પતિ કામ ધંધો કરતો ન હતો જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બનતું હતું.
હિનાએ ગાયનેક હોસ્પીટલમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું પરતું આ દરમિયાન સંજય પત્ની સાથે મારજૂટ કરતો હતો આનાથી પત્ની કંટાડી ગઈ હતી આ દરમિયાન હિનાએ દવા પી લીધી હતી આ બાદ એક ચિઠ્ઠી છોડી હતી.
જેમાં લખ્યું કે સંજયના ત્રાસના કારણે હું આવું પગલું ભર્યું છે આ દરમિયાન હિનાની તબિયત બગાડવાને કારણે તેને આગળની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું નિધન થયું હતું.
Leave a Reply